Friday 2 August 2019

" કારણ બની ગયા "

આંખોના અણધાર્યા મિલન જીંદગીભર ના સંભારણા બની ગયા,
અચાનક તમે મળ્યા ને જીવન જીવવાનું કારણ બની ગયા,
 તું મારામાં અને હું તારામાં આ કેવું જાદુ કરી ગયા,
 જે ક્ષણો મળી સાથે એને કેવી મન ભરીને માણી ગયા,
 અલગ થવાનો પ્રશ્ન જ નથી એવા વાયદા કરી ગયા,
પોતાના જ કાયદાઓ બનાવી અનહદ પ્રેમ કરી ગયા,
 જે કોઈ સીમાઓમાં બંધાયેલ નથી એવો એકરાર કરી ગયા,
 તું અને હું બંધ આંખે પણ સમજી શકી એવો સરળ અહેસાસ બની ગયા,
 જે મળ્યું છે એને સ્વીકારી નિખાલસતાની હદો પાર કરી ગયા,
 પાસે હોય કે દૂર જિંદગી કેવી હસતા હસતા જીવી ગયા...

           - " ફુલ "
         

1 comment:

  1. તમને જોઇને વળે ફૂલોને પસીનો
    તેને ઝાકળનું નામ આપું તો કેવું?

    મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
    તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?

    મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
    તેને શ્રાવણનું નામ આપું તો કેવું?

    તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
    તેને જાગરણનું નામ આપું તો કેવું?

    હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
    તેને વમળનું નામ આપું તો કેવું?

    સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
    તેને વશીકરણનું નામ આપું તો કેવું?

    આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
    તેને કૂંપળનું નામ આપું તો કેવું?

    નજરથી નજર મળતાં શરમાય નજર
    તેને પ્રણયનું નામ આપું તો કેવું?

    ReplyDelete

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...