-
Posted by
govabhai ahir December 29, 2023 -
Filed in
Personal
-
#સમાચાર
-
171 views
જોજો તમારા બાળકની આવી હાલત તો નથીને? સ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચાલુ વાહન વ્યવહારે નાના બાળકોને રીક્ષા ચાલકે મરાવ્યો ધક્કો
સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ચેતી જજો
શાહીબાગ વિસ્તારનો વીડિયો આવ્યો સામે
સ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચાલુ વાહન વ્યવહારે મરાવ્યો ધક્કો
ધક્કો મારતા બાળકી રસ્તા પર પટકાઈ
કોઈ ગંભીર ઇજા ન થતાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી
બાળકો પોતાના જીવનનું ઘડતર કરવા માટે સ્કૂલમાં ભણવા જાય છે, ત્યારે માતા-પિતા બાળકોની સુરક્ષા અર્થે રીક્ષા, બસ કે પછી વાનમાં શાળાએ મોકલતા હોય છે, તો બીજી તરફ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના શાહિબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે.
પોસ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચાલુ વાહન વ્યવહારે મરાવ્યો ધક્કો
જેમાં સ્કૂલ રિક્ષા અચાનક બંધ થઈ જતા જાહેર માર્ગ પર રિક્ષા ચાલકે નાના બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો હતો, અને રિક્ષા ચાલક અંદર બેસીને બિન્દાસ મજા માણતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જો મોટી હોનારાત સર્જાત તો તેની જવાબદારી કોની?ઉલ્લેખનીય છે કે આ સ્કૂલ રીક્ષાને ધક્કો મારાત મારતા એક બાળકી રસ્તા પર પટકાઈ હતી. સદનસીબે પાછળ કોઈ વાહન આવી રહ્યું નહોતું તેથી મોટી જાનહાની ટળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે કોઈ ફરિયાદ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.
Patan live news GJ 24
Govabhai p ahir