-
Posted by
govabhai ahir December 29, 2023 -
Filed in
Society
-
#સમાચાર
-
178 views
ગુજરાત / પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ, ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ
નવા વર્ષમાં પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ થશે.લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે. રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ કરવામાં આવી છે.ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટાપાયે બદલી કરવામાં આવશે. રેવન્યુમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોની બદલીઓ કરવામાં આવશે. ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ બદલીઓની કવાયત શરૂ કરી છે.
Patan live news GJ 24
Govabhai p ahir