-
Posted by
govabhai ahir December 29, 2023 -
Filed in
Personal
-
#સમાચાર
-
174 views
બનાસકાંઠા / ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાના મામલે ડ્રાઇવરની પણ અટકાયત
બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર આરોપીઓ પકડાયા બાદ વધુ એક આરોપીની અટકાયત કરવામા આવી છે.
આ પણ વાંચોઃ લ્યો બોલો.. બનાસકાંઠામાં ભૂમાફિયાઓએ સરકારી ગાડીમાં જ લગાવી દીધું GPSઆ મામલે ખાણ ખનીજ અધિકારીના ડ્રાઇવરની પણ અટકાયત થઈ છે. જીપીએસ પ્રકરણમાં સરકારી ગાડીના ડ્રાઇવર સુરેશ ચૌધરીની સંડોવણી બહાર આવી છે. એલસીબી તપાસમાં હજુ પણ અનેક મોટા માથા બહાર આવે રીતે શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.મહત્ત્વનું છે કે, અધિકારીઓની વોચ રાખવા ભુમાફીયાઓએ નવો કીમિયો અજમાવ્યો હતો. જિલ્લા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ ટ્રેકર લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો.ભુમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી કઈ જગ્યાએ તપાસમાં જાય છે, તે જાણવા જીપીએસ લગાવ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામા આવ્યું હતું. ભુમાફિયાઓ અને રોયલ્ટી ચોરી કરતા શખ્સઓએ સરકારી અધિકારીઓની રેડથી બચવા જીપીએસ લગાવ્યાનું અનુમાન વ્યક્ત કરવામા આવ્યું હતું.
Patan live news GJ 24
Govabhai p ahir