-
Posted by
govabhai ahir December 30, 2023 -
Filed in
Personal
-
#સમાચાર
-
173 views
પોલીસની બોલેરો જીપ ચોરી કેસ : જિલ્લા પોલીસ વડાએ બે ડ્રાઇવરને કર્યા સસ્પેન્ડ
એક બાજુ પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ ગાડી ચોરાઈ હતી. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે જામનગર ખાતેથી કાર સાથે આરોપીને દબોચી લીધો હતો. ત્યારે હવે આ ચોરી પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ બે જવાબદાર બે પોલીસ ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યા છે.
પોલીસ સ્ટેશનમાંથી જ બોલેરો જીપની ચોરી થતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. બોલેરો જીપને સાચવવાની ફરજમાં બેદરકારી રાખવા બદલ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ બે પોલીસ ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યા છે. રાજુભાઈ ઓળકિયા અને કાળુભાઇ મોઢવાડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આરોપી વાહન ચોરી કરી જામનગર લઈ ગયો હતોબોલેરો વાહન પોલીસ સ્ટેશનનની હદમાંથી આરોપી મિતેષ શર્મા નામનો શખ્સ ચોરી કરી જામનગર લઈ ગયો હતો. પોલીસની સરકારી બોલેરો ગાડી GJ-18-GB-7269 લઇ અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો. આ શખ્સને જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડ્યો હતો. આજે આ શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રિમાન્ડની માંગણી કરાતા ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Patan live news GJ 24
Govabhai p ahir