-
Posted by
govabhai ahir December 31, 2023 -
Filed in
Personal
-
#krime
-
265 views
સુરત : પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી આચરનાર આંતર-રાજ્ય ગેંગ મુંબઈથી ઝડપાઈ, 22 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા
પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે સુરતની મહિલા ફરીયાદીને કોલ કરી 5 લાખથી વધુની રકમ પડાવી લઈ એફડી સહિત પોતાના નામે ઇન્સ્ટન્ટ લોન મંજૂર કરાવી છેતરપિંડી આચરનાર આંતર-રાજ્ય ગેંગને સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા મુંબઈના ભિવંડી ખાતેથી ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યના કુલ 22 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.
સુરતના મહિલા ફરિયાદી પર ગત સપ્ટેમ્બર માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો. જે વ્યક્તિએ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી. પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબર ઉપર એક ફાઈલ મોકલી મોકલી હતી. જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવવામાં આવ્યું હતું. મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી. બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા. જેવો ઓટીપી નંબર મેળવ્યો કે તુરંત જ મહિલાના બેન્ક એકાઉન્ટમાં રહેલા પાંચ લાખથી વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી. જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી. આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ગુનાની તપાસ બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી. જ્યાં સાયબર ક્રાઈમ શેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયા પાંચ લાખની રકમ ફ્રિઝ કરાવી દેવામાં આવી હતી. જ્યારે એક લાખ રૂપિયાનું રિફંડ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓના બેન્ક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા 3.88 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.સુરત સાયબર ક્રાઇમ શેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગિરડીહ ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે. જેને લઈ સુરત સાઇબર ક્રાઇમ સેલની એક ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી. જોકે ટીમ ઝારખંડ પહોંચે તે પહેલા જ આ ગેંગને ગંધ આવી જતા તે ફરાર થઈ ગઈ હતી. પરંતુ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આરોપીઓ પાસેથી 13 મોબાઈલ અને 7 એટીએમ કાર્ડ કબ્જે કરાયા
આ દરમ્યાન સુરત સાયબર ક્રાઇમ સેલને અંતે માહિતી મળી હતી કે આ ગેંગ હાલ મુંબઈના ભિવંડી ખાતે કોલ સેન્ટર ચલાવે છે. જેથી તાત્કાલિક સુરત સાયબર ક્રાઈમ શેલની ટીમ મુંબઈના ભિવંડી ખાતે પહોંચી હતી અને એક સગીર સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 13 મોબાઈલ,બેંક પાસબુક અને ચેકબુક સહિત અલગ અલગ બેંકોના 7 એટીએમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા.મહારાષ્ટ્રમાં 5 સહિત દેશભરમાં 22 ગુના આચર્યાગેંગની ધરપકડ કર્યા બાદ તમામને સુરત લાવી સાઇબર ક્રાઈમ સેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. માત્ર સુરત જ નહીં પરંતુ આરોપીઓએ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે અન્ય ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં આરોપીઓ દ્વારા કેરળમાં 3, તામિલનાડુમાં 2, રાજસ્થાનમાં 3, મહારાષ્ટ્ર 5, બિહાર અને આંધ્રપ્રદેશમાં 1-1, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 2-2 ગુના આચરી ચુક્યા છે. જે અંગે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે.આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરાઈહાલ તો આ ગેંગને ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા કુલ 22 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત સાઇબર ક્રાઇમ શેલને મોટી સફળતા મળી છે. જ્યાં વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.
Patan live news GJ 24
Govabhai p ahir