-
Posted by
govabhai ahir December 31, 2023 -
Filed in
Technology
-
#krime
-
237 views
સંઘ પ્રદેશ દીવને જોડતી ચેક પોસ્ટ પર ACBનો સપાટો, ફરજ પરના પોલીસ કર્મચારીઓ અચાનક નાસી ગયા
સંઘ પ્રદેશ દીવને જોડતી ચેક પોસ્ટ પર ACB નો સપાટો
31 ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ જ પાડ્યો દરોડો
ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા જ લાંચ લેવાતી હોવાની હતી ફરિયાદ
ACBની રેડના પગલે અફરા તફરી
ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા.
ચેક પોસ્ટ પરની લાઈટ બંધ કરી દેવાઈ
ACBની ટીમ ત્રણ ખાનગી કારમાં ત્રાટકી
31stની પૂર્વ સંધ્યાએ જ ACBએ દરોડા પાડ્યા હતા.મળતા અહેવાલ પ્રમાણ સંઘ પ્રદેશ દીવને જોડતી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ સપાટો બોલાવ્યો હતો. 31 ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ જ એસીબીએ સપાટો બોલાવ્યો હતો. ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા જ લાંચ લેવાતી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેથી એસીબીએ રેડ પાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ACBની રેડના પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા
ACBની રેડના પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા હતા, જો કે પોલીસના વહીવટદારને ACBની ટીમે દબોચી લીધાની માહિતી સામે આવી હતી.
ACBની ટીમ ત્રણ ખાનગી કારમાં ત્રાટકી
ઘણાં સમયથી સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ લાંચ લઈ બેફામ પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી હતી.ACBની ટીમ ત્રણ ખાનગી કારમાં આવી હતી.ચેક પોસ્ટ પરની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ACBએ મુખ્ય લાંચ માગનારા સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા.
Patan live news GJ 24
Govabhai p ahir