-
Posted by
govabhai ahir January 1, 2024 -
Filed in
Other
-
#Samachar
-
265 views
બોટાદ : નિગાળા ગામ આગળ એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી કરી આત્મહત્યા
2023 વર્ષનાં અંતિમ દિવસે બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ બનાવના પગલે સમ્રગ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
બે મહિલા અને 2 પુરુષે કરી આત્મહત્યામળતી માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર રવિવારે ટ્રેન નીચે પડતું મૂકી એક સાથે 4 લોકોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું.
ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનની સામે આવી નાના સખપર ગામના દલિત પરીવારના પિતા, બે પુત્રી અને એક પુત્રએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે. જોકે, આપઘાતનું કારણ સામે આવ્યું નથી.પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીબીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકના મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હાલમાં મૃતક કોણ છે અને ક્યાંના છે. તેમજ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.મૃતકોના નામોની યાદી
મંગાભાઈ વાઘાભાઈ વિજુડા (42)
જીગ્નેશઉર્ફે જીગાભાઈ મગાભાઈ વિજુડા (19) પુત્ર
સોનલબેનઉર્ફે સોનીબેન મંગાભાઈ વિજુડા (17) પુત્રી
રેખાબેનઉર્ફે રાધીબેન મંગાભાઈ વિજુડા (21) પુત્રી
Patan live news GJ 24
Govabhai p ahir