-
Posted by
govabhai ahir Jan 2 -
Filed in
Other
-
#krime
-
141 views
ગુજરાતમાં પકડાયું મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ, 99 લાખ રૂપિયા વસૂલનાર ત્રણ શખ્સોની ધરપકડ
ગુજરાતમાં ‘નકલી’ની હારમાળામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોમાં એક મહેસાણાના કડીનો, બીજો જૂનગાઢ જિલ્લાનો અને ત્રીજો આરોપી ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીનો રહેવાસી છે.
આ નકલી સર્ટિફિકેટ કૌભાંડ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાંથી પકડાયું છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીનો રહેવાસી સુભાષ ચુડાસમા નામનો શખ્સ જૂનગાઢના હરસુખલાલ ચૌહાણ અને કડીના નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ સાથે મળીને આર્મી, બિનસચિવાલય, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સરકારી નોકરી માટે બોગસ કોલ લેટર તૈયાર કરતા હતા. એટલું જ નહિ કલેકટર અને આઇપીએસ અધિકારીઓની નકલી સાઈન કરતા હતા અને નકલી અપોઇમેન્ટ લેટર બનાવી આપતા હતા. આ ત્રણેય ભેજાબાજોએ 20થી વધુ લોકોને આવી રીતે નકલી કોલ લેટર અને નકલી અપોઇમેન્ટ લેટર બનાવી આપ્યાની આશંકા છે અને તેના બદલામાં 99 લાખ રૂપિયા વસૂલ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Patan live news GJ 24
Govabhai p ahir