-
Posted by
govabhai ahir Jan 2 -
Filed in
Other
-
#Samachar
-
428 views
સાંતલપુર
સાંતલપુર તાલુકામાં નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચારની બૂમરાડ તપાસ થવા મુખ્યમંત્રીને રજૂઆત ...
વરસો થી અડીંગો જમાવીને બેઠેલા એપીઓ તમામ સાથે સાંઠગાંઠ કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ
સાંતલપુર શાંતિ નગર સોસાયટીમાં નરેગા યોજના અંતર્ગત માટી મેટલ નો રોડ મંજૂર થયો હતો જે રોડ નું કામ નરેગા યોજના ના એપીઓ યોગેશ પટેલ અને એજન્સી દ્વારા કામ કરી મોટી ગેરરીતિ આચરવામાં આવી છે આ રોડના કામમાં વારાહીના લેબર ની જગ્યાએ બીજા ગામના લેબર નો ઉપયોગ કરવામાં આવ્યો છે સાદપુરા અને લીમગામડા ખાતે પણ માટી મેટલના રોડમાં ગેરરીતિ કરવામાં આવી છે જ્યારે તાલુકામાં જે લાભાર્થીઓ દ્વારા હોલિયા કેટલ શેડ બનાવવામાં આવ્યા છે તે એ લાભાર્થીઓને બે વર્ષથી નાણા ચુકવવામાં આવતા ન હોવાની બુમરાડ ઉઠી છે જ્યારે આ બાબતે અમે એપીઓ યોગેશ પટેલ ને પૂછતા તેમણે કોઈપણ જાતનો જવાબ આપ્યો ન હતો અને ચાલતી પકડી હતી શાંતિનગર સોસાયટી સાથે જે માટી મેટલ નો રોડ બનાવવામાં આવે છે તેની જો જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવે તો
પાટણ જિલ્લાના છેવાડે આવેલ સાંતલપુર તાલુકામાં સરકાર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયાની સહાય આપવામાં આવે છે પણ તાલુકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ વારાહીના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યાં હતા અને આ બાબતે તપાસ થવા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરી છે સાંતલપુર તાલુકા માં નરેગા યોજના અંતર્ગત માટી મેટલ ના રોડ હોલિયા કેટલ શેડ ચેકડેમ આવા ઘણા કામો કરવામાં આવતા હોય છે અને આ કાર્યો પાછળ જે તે ગામોના ગરીબ લોકોને મજૂરી મળી રહે તે હેતુથી આ કામ મંજુર કરવામાં આવતા હોય છે પણ નરેગા યોજના ના એપીઓ તરીકે ફરજ બજાવતા યોગેશ પટેલ દ્વારા લોકો સાથે સાંઠગાંઠ કરી બીજી ગ્રામ પંચાયતના મસ્ટર બનાવવામાં આવે છે . સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલી
ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે
patan live news GJ 24
govabhai p ahir