-
Posted by
govabhai ahir Jan 3 -
Filed in
Other
-
#Samachar
-
209 views
સરકારનું આશ્વાસન : હાલ હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ નહીં થાય, ટ્રાન્સપોર્ટ એસો.એ હડતાળ પરત ખેંચવા કરી અપીલ
હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રક ડ્રાઇવરો ઠેર-ઠેર રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે આશ્વાસન આપ્યું છે કે, હાલ નવા કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, હાલ હિટ એન્ડ રનના નવો કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આમ કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે આ બેઠક સફળ રહી હતી. પરિણામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. તેમજ સરકારે ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃત લાલ મદાને કહ્યું, “તમે માત્ર ડ્રાઈવર નથી, તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં દસ વર્ષની સજા અને દંડના કાયદા પર રોક લગાવી દીધી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરવામાં આવશે નહીં.કેમ હડતાલ પર ઉતર્યા ટ્રક-બસ ચાલક?કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનને લઇને નવો કાયદો બનાવ્યો છે, જેની હેઠળ જો કોઇ ટ્રક કે ડમ્પર ચાલક કોઇને કચડીને ભાગે છે તો તેને 10 વર્ષની જેલની સજા થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પહેલા આ કેસમાં કેટલાક દિવસમાં આરોપી ડ્રાઇવરને જામીન મળી જતા હતા. જોકે, આ કાયદા હેઠળ પણ બે વર્ષની સજાની જોગવાઇ હતી પરંતુ નવો કાયદો લાગુ થયા પછી દોષિતને 10 વર્ષ જેલમાં રહેવું પડશે. જોકે, ઘાયલને હૉસ્પિટલ પહોંચાડવા પર કેટલીક છૂટ આપવામાં આવી શકે છે. ટ્રક અને ડમ્પર ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.પહેલા અને હવે કાયદામાં શું બદલાવ કરવામાં આવ્યો?અત્યાર સુધી દૂર્ઘટના થવા પર ડ્રાઇવરો વિરૂદ્ધ આઇપીસીની કલમ 279 એટલે કે બેદરકારીથી વાહન ચલાવવા, 304એ એટલે કે બેદરકારીથી મોત અને 338 એટલે જીવને જોખમમાં મુકવા બદલ કેસ નોંધવામાં આવતો હતો પરંતુ નવા કાયદામાં ઘટનાસ્થળેથી ફરાર થનારા ડ્રાઇવર વિરૂદ્ધ 104 (2) હેઠળ કેસ નોંધવામાં આવશે. પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ ના કરવા પર તેને 10 વર્ષની જેલની સજાની સાથે દંડ પણ ભરવો પડશે
Patan live news GJ 24
Govabhai p ahir