-
Posted by
govabhai ahir January 3, 2024 -
Filed in
Other
-
#Samachar
-
170 views
AHMEDABAD / ટ્રક ડ્રાઇવરોની હડતાલથી શાકભાજીના પુરવઠા પર અસર, ભાવમાં આવ્યો ઉછાળો
Ahmedabad News ટ્રક ડ્રાઇવરોની હડતાલની અસર શાકભાજીના પુરવઠા પર પણ પડી છે. અમદાવાદ APMCમાં આવતા શાકભાજીના પુરવઠામાં ઘટાડો થયો છે પરિણામે કેટલાક શાકના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.
અમદાવાદ APMCના સેક્રેટરી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકલ શાકભાજીની આવક પર બહુ અસર નથી આથી તેના ભાવમાં ફેર નથી, પરંતુ અન્ય રાજ્યમાંથી આવતા શાકભાજીની આવક ઘટી છે.મધ્યપ્રદેશથી રોજ વટાણા 2500થી 3000 ક્વિન્ટલ આવતા હતા જે બે દિવસથી 300થી 400 ક્વિન્ટલ જ આવી રહ્યા છે, તો રાજસ્થાનથી આવતા ગાજરની આવક ઘટી છે. 500 થી 1000 ક્વિન્ટલ આવતા ગાજર હવે માત્ર 500 ક્વિન્ટલ આવી રહ્યા છે.બેંગ્લોર અને ઔરંગાબાદથી આવતું આદુ 600થી 700 ક્વિન્ટલની સામે 400 થી 500 ક્વિન્ટલ જ આવી રહ્યું છે. આમ મોટા પાયે પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે.અમદાવાદ APMCના હોલસેલ ભાવની વાત કરીએ તો વટાણા 15થી 30 રૂપિયા મળતા હતા આજે હોલસેલમાં 40થી 60 રૂપિયા થયા છે તો આદુ 80થી 100 રૂપિયા કિલો હતું જે 90થી 110 પહોંચ્યું છે. ગાજર 12થી 20 રૂપિયા કિલોને બદલે 23 રૂપિયા કિલો થયું છે.
Patan live news GJ 24
Govabhai p ahir