-
Posted by
govabhai ahir Jan 3 -
Filed in
Technology
-
#Samachar
-
167 views
પહેલાં રોડ બનાવાય છે પછી ગટરના નામે તોડી નંખાય છે, આવું નહીં ચલાવી લેવાય, મુખ્યમંત્રીની અધિકારી તેમજ પદાધિકારીઓને સખ્ત ટકોર
રાજ્યના શહેરી વિકાસ માટેના 2084 કરોડના ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પર ઘણાં કટાક્ષ કર્યા હતા, અને કહ્યું હતું કે જે કામ કરો તે આયોજનબદ્ધ રીતે કરો. કેટલીક બાબતો યોગ્ય નથી. આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે.
આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે
કામની ક્વોલિટીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાની નથી. બે મહિના કામ મોડું થશે તો ચાલશે, પરંતુ તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે કોઈ નેતા મેયર બની જાય એટલે તેમના જ વોર્ડમાં વિકાસના કાર્યો કરાવે છે, પરંતુ તેવું ચાલે નહીં.ધારાસભ્ય બન્યા એટલે પાલિકા કબજો જમાવે તેવું પણ તાલે નહીં, વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની 169 મહાપાલિકાઓની હાલત કથળેલી છે. આ સંસ્થાઓ સમયસર વીજળી અને પાણીના બિલ ભરી શક્તી નથી. ગ્રાન્ટના નાણાં ખબર નહીં ક્યાં ચવાઈ જાય છે.
શહેરની દયામણી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ શાસનકર્તાઓ સામે અનેક કટાક્ષ કર્યા
લોકોના સુખાકારીના કામો થાય તેટલું બજેટ પણ પાલિકાઓ પાસે હોતું નથી. શહેરની દયામણી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ શાસનકર્તાઓ સામે અનેક કટાક્ષ કર્યા હતા.
Patan live news GJ 24
Govabhai p ahir