-
Posted by
govabhai ahir Jan 3 -
Filed in
Other
-
#news
-
173 views
સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં ને બીજીબાજુ લોકો જીવ ગુમાવી રહ્યાં છે, હાઈકોર્ટની સખ્ત ટીપ્પણી
પાલનપુર રેલ્વે બ્રિજ પાસે આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાના કારણે બે ના મોતના ચકચારભર્યા કેસમાં આરોપી સાઇટ ઇન્ચાર્જ અને એન્જીનીયર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલ દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.દોશીએ બહુ જ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આજકાલ બધા આરોપીઓ બધા બ્રિજના કેસોમાં પોતે જવાબદાર નથી અને પોતાની જવાબદારી બનતી નહોતી તેવું કહી ખરેખર જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આજકાલ બધા પુલમાં ડિરેકટરો જવાબદારીમાંથી છટકી રહ્યા છે એકબાજુ, સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં છે અને લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેમછતાં કોઇ ડાયરેકટર જવાબદાર ઠરતા જ નથી એમ કહી જસ્ટિસ દોશીએ બહુ સાંકેતિક રીતે આશ્ચર્ય વ્યકત કર્યું હતું.
સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં છે અને લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે
હાઇકોર્ટે એક તબક્કે આરોપી સાઇટ ઇન્ચાર્જને સીધો સવાલ કર્યો હતો કે, તમે જવાબદાર નથી તો આ સમગ્ર દુર્ઘટના પાછળ જવાબદાર કોણ..? કોઇક તો જવાબદાર હશે ને, બધા આરોપીઓ આવો જ બચાવ રજૂ કરે છે. મોરબી બ્રિજ દુર્ઘટના સહિતના આ પ્રકારના કેસોમાં આરોપીઓ દ્વારા આવા જ બચાવ અદાલત સમક્ષ થયા છે ત્યારે હાઇકોર્ટની માર્મિક ટકોર આરોપીઓ માટે બહુ સંદેશાત્મક અને સૂચક હતી.
તમે જવાબદાર નથી તો આ સમગ્ર દુર્ઘટના પાછળ જવાબદાર કોણ..? કોઇક તો જવાબદાર હશે ને,
ઓકટોબર-2023માં પાલનપુર ખાતે રેલ્વે બ્રિજ નજીક આરટીઓ સર્કલ પાસે વિશાળ નિર્માણાધીન બ્રિજનું બાંધકામ અને મોટા ગડરો તૂટી પડયા હતા, જેના કાટમાળમાં એક ટ્રેકટર અને રીક્ષા દબાઇ જતાં બે વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા. આ બ્રિજના નિર્માણનું કામ જીપીસી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને આપવામાં આવ્યું હતું. ભારે વિવાદ અને હોબાળા બાદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં કાયદેસર એફઆઇઆર દાખલ કરી હતી. ચકચારભર્યા આ કેસમાં મહત્ત્વના આરોપી એવા સાઇટ ઇન્ચાર્જ અને એન્જીનીયર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી , ત્યારે આરોપીપક્ષ તરફથી બચાવ કરાયો હતો કે, આ સમગ્ર પ્રકરણમાં તેઓ સાઇટ ઇન્ચાર્જ હતા પરંતુ ગુનામાં તેમની કોઇ જવાબદારી બનતી નથી. અરજદારને ખોટી રીતે સંડોવી દેવાયા છે. આ કેસમાં અગાઉ પણ અન્ય આરોપીઓના જામીન મંજૂર થયા છે., જેથી હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.દોશીએ આરોપીપક્ષના વકીલને વેઘક સવાલો સાથે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, આજકાલ બધા આરોપીઓ બધા બ્રિજના કેસમાં આવો જ બચાવ કરતાં હોય છે કે, તેઓ જવાબદાર ન હતા અને તેમની કોઇ જવાબદારી બનતી નથી. આવુ કહીને આરોપીઓ ખરેખર પોતાની ગુનાહિત જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
તમે કહો છો તમે જવાબદાર નથી તો કોણ જવાબદાર.??
તમે કહો છો તમે જવાબદાર નથી તો કોણ જવાબદાર.?? કોઇક તો જવાબદાર હશે ને..?કોમ્યુનીકેશન્સ અને મેનેજીંગની જવાબદારઅપાઇ હતી, જસ્ટિસ દોશીએ ટકોર કરી કે, બધા આ પ્રકારે જવાબદારી બદલી રહ્યા છે. હાઇકોર્ટે બહુ સૂચક રીતે જણાવ્યું કે, આજકાલ બધા પુલોમાં ડાયરેકટરો જવાબદારીમાંથી બચી રહ્યા છે. એકબાજુ, રાજય સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં છે ને બીજાબાજુ, લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને છતાં પણ કોઇ ડાયરેકટર જવાબદાર ઠરતા નથી એમ કહી જસ્ટિસ દોશીએ ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતુ. જો કે, જસ્ટિસ દોશીએ ગર્ભિત ઇશારામાં ઘણું બધુ કહી દીધુ હતુ. આરોપીપક્ષ પણ કોર્ટની ટકોર જાણે સમજી ગયા હતા.
Patan live news GJ 24
Govabhai p ahir