-
Posted by
govabhai ahir Jan 3 -
Filed in
Other
-
#Samachar
-
172 views
બનાસકાંઠા જિલ્લામાં બે અકસ્માતમાં ત્રણ લોકોના નિપજ્યા મોત, એકમાં બાઈક સવાર બે યુવાનોના મોત અને અન્યમાં રીક્ષામાં બેસેલા શખ્સનું મોત
થરા -રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના
ભીલડીથી રાધનપુર મજૂરકામે જઈ રહેલા બે યુવકોને અકસ્માત નડ્યો
મોડી રાત્રે બાઈક ડીવાઈડર સાથે ટકરાઈ સ્લીપ ખાતા અકસ્માત
અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના મોત
ઉણ ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતા થયો હતો અકસ્માત
બનાસકાંઠા જિલ્લાનાં થરાદ-રાધનપુર નેશનલ હાઇવે પર મજૂરીકામે જઈ રહેલા બે યુવકોને ગંભીર અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે બાઈકની ડીવાઈડર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ બાઈક સ્લીપ થઇ જતાં બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા અને દૂર સુધી ઘસડાયા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના મોત નીપજ્યાં હતાં.
મૃતક યુવાનોના મોત
1 . . સુરેશ અમરત ઓડ
2 . . કાના બાબુ હડીયડ
ઉણ ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત થયો
મળતા અહેવાલ પ્રમાણે ઉણ ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત થયો હતો.જેમાં એક યુવકનું ઘટના સ્થળેજ જ્યારે અન્ય યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બંનેનાં મૃતદેહ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇડીસા પાટણ હાઈવે પર આજે આસેડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જુનાડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત ત્રણ લોકો રીક્ષા લઈને જઈ રહ્યા હતા અને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકુલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત થયું હતું.જ્યારે રિક્ષાચાલક દલપતસિંહ સોલંકી અને મીનકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Patan live news GJ 24
Govabhai p ahir