-
Posted by
govabhai ahir January 3, 2024 -
Filed in
Other
-
#Samachar
-
196 views
અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
કલેક્ટર અમરેલીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી તથા તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રી દરમ્યાન બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃતિને ડામવા સધન ચેકિંગની કામગીરી કરતા
અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમા ખાણ ખનીજ વિભાગના દરોડા
ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમા ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ તેમની ટીમ મોડી રાતે ખાબકી
5 ટેકટર એક ડમ્પરને શેત્રુંજી નદી પટ માંથી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા
અંદાજિત ચાલીસ લાખનો મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
થોડા દિવસ પહેલા ચાવંડ લીલીયા સાવરકુંડલા વિસ્તારમાં ગેર કાયદેસર માટી અને રેતી ચોરી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી
ફરી શેત્રુંજી નદીમાં વાહનોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાયો છે
અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરવા છતાં ભૂ માફીયાઓ ખુલ્લે આમ રેતી ચોરી કરી રહ્યા છે તો ભૂ-માફીયાઓ ને કોઈનો ડર જ નથી રહ્યો કે શું તો આ ભૂ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે શું આ રેતી ચોરી બંધ રહેશે કે ચાલુ રહેશે તે હવે આવનારો સમય જ બતાવશે
Patan live news GJ 24
Govabhai p ahir