-
Posted by
govabhai ahir January 4, 2024 -
Filed in
Other
-
#krime
-
356 views
નકલી MLA બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ નીકળ્યો માહિર, કોર્ટે ફટકારી સજા
નકલી MLA બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો છે. ઉપલેટા કોર્ટે નકલી સોલવંશી સર્ટિફિકેટ રજુ કરવાના કેસમાં ફટકારી છ વર્ષની જેલની સજા અને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે.
જૂનાગઢ જીલ્લાના નામચીન આરોપીને રાજેશ જાદવને બે અલગ-અલગ કેસમાં ત્રણ-ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ-વીસ હજારનો દંડ ફટકાર્યો છે. સમગ્ર મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર વર્ષ 2015માં આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ પણ વાંચો: ગુજરાતમાં અસલી નહીં નકલીની બોલ બાલા!, હવે જૂનાગઢમાંથી ધારાસભ્ય બનીને રોફ મારતો શખ્સ ઝડપાયોઉપલેટા કોર્ટમાં ચાલેલા આ કેસમાં ઉપલેટા કોર્ટના મુખ્ય ન્યાયધીશ એ.એ. દવેએ સજા અને દંડ ફટકાર્યો છે. આરોપી રાજેશ જેન્તીભાઈ જાદવ આગાઉ અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે. આરોપી રાજેશ જાદવ મૂળ જુનાગઢ જીલ્લાના મેદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવાસી છે.આરોપી રાજેશ જાદવ થોડા સમય પહેલા જ જૂનાગઢમાંથી MLAનું ગાડીમાં બોર્ડ મારીને રોફ જમાવતા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી રાજેશ જાદવ મંત્રી પુરૂષોત્તમ સોલંકીના અંગત તરીકેની ઓળખ આપીને રોફ મારતા પોલીસ દ્વાર ધરપકડ કરવામાં આવી હતી. સાબલપુર ચોકડી પાસેથી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.
Patan live news GJ 24
Govabhai p ahir