-
Posted by
govabhai ahir January 4, 2024 -
Filed in
Other
-
#Samachar
-
181 views
મહામંથન / છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતી માટે જવાબદાર કોણ? ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા સામે મોટો સવાલ!
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાને લઈને ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા મામલે સો મણનો સવાલ પેદા થયો છે.
છોટાઉદેપુરની ઘટનાથી ગુજરાત શર્મશાર
રાજ્યમાં મહિલા સુરક્ષા મામલે ઉઠી રહ્યા છે સવાલો
ડર કે આગે જીત હૈ એવું તો આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ જો ગુનેગારોને ડર ન રહે તો તે સભ્ય સમાજ માટે ઘાતક છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના અંતરિયાળ ગામ કોસિન્દ્રામાં સામે આવ્યો છે. જ્યા શાળામાં ભણતી હાઈસ્કૂલની વિદ્યાર્થિનીની આરોપીએ છેડતી કરી હતી. પરંતુ બનાવમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે જે શખ્સો દીકરી ઉપર દાનત બગાડીને બેઠા છે તેને હવે કોઈનો ડર જ નથી રહ્યો. અમને આકરી સજા મળશે તો અમારુ શું થશે એવો સહેજપણ વિચાર કર્યા વગર દીકરીની છેડતી કરનારા ખુલ્લેઆમ ફરે છે. કાર્યવાહીની દ્રષ્ટિએ પોલીસે એક આરોપી ઝડપી લીધો છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે. પરંતુ આ કિસ્સાને લઈને રાજ્યમાં મહિલા સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા છે.
સરકાર દીકરીની સુરક્ષા બાબતે ચિંતિત છે તેવી દાનત સામે કોઈ શંકા નથી પરંતુ સરકાર તરફથી એવું નિવેદન છે કે વિસ્તારમાં પીક-અપ વાનમાં બેસવાનો ટ્રેન્ડ છે અને જાહેર પરિવહનની બસની કોઈ રાહ જોવા તૈયાર નથી હોતું તે આવા સંજોગોમાં સ્વીકાર્ય નથી. કારણ કે ગામના સરપંચ સહિત સૌ કોઈ કહી રહ્યા છે કે બસ ફાળવવા તો અનેક રજૂઆત કરાઈ હતી પરંતુ હજુ સુધી નક્કર વ્યવસ્થા બની શકી નથી. પીક-અપ વાનમાં દીકરીઓની છેડતી થાય, હિંમત કરીને દીકરીઓ જીવ બચાવવા કૂદી પડે અને સદનસીબે બચી જાય તેને ગનીમત ગણવી રહી! ત્યારે સવાલ એ થાય કે દીકરીના દુશ્મન કેમ ડરતા નથી? અને છોટાઉદેપુરની આ ઘટનામાંથી ગુજરાતે શું બોધ લેવાનો છે?
આજે આટલા ધર્મગુરુઓ છે, કોઈ વ્યાસપીઠ પરથી બોલતા હશે. મોટીવેશનલ સ્પીકર પણ ઘણાં છે, ઉપદેશ આપતા હશે, લોકોને પ્રેરિત કરતા હશે. આટલી મોટી શિક્ષકોની ફૌજ છે. ઘરે ઘરે સંસ્કારના લેબલવાળા મા-બાપ છે. છતાંયે આને આપણે રોકી શક્યા નથી. એવું એટલા માટે કે વર્ષ 2012માં સરકારે બાળકોની સુરક્ષા માટે પોક્સોનો કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં 18 વર્ષ સુધીની ઉંમરને બાળકો માનવામાં આવ્યા છે. બાદમાં 2019માં આ કાયદામાં સુધાર થયો અને ગુનેગાર માટે આજીવન કેદની સજાને વધારીને મોતની સજાની જોગવાઈ કરાઈ હતી. સમય જતાં 2022માં પોક્સોના 50 હજાર હજારથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 45 ટકા આરોપીઓ નિર્દોષ છૂટી ગયા અને જ્યારે 15 ટકા કેસમાં જ આરોપીઓને સજા મળી શકી છે. હાલની સ્થિતિએ છે કે રાજ્યમાં આ પ્રકારના કૃત્યો અટકે તે મામલે નક્કર કાર્યવાહી કરવી ઘટે!
patan live news GJ 24
govabhai p ahir