-
Posted by
govabhai ahir Jan 4 -
Filed in
Other
-
#krime
-
322 views
વાઘોડિયાના જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટીયો ઝડપાયો, મલાઈ ખાનાર પોલીસકર્મી હાલ ફરાર
અઢી લાખ રૂપિયાની માંગી હતી લાંચ
ફરિયાદીએ 1.80,000 લાખ મોબાઈલથી ટ્રાન્સફર કર્યા હતા
હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ વતી બાકીના 70 હજાર રૂપિયા લેવા જતા વચેટિયા ભરત જયસ્વાલ એસીબીની ટ્રેપમાં સપડાયો.
રાજ્યના વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટીયો ઝડપાયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી ૭૦ હજારની લાંચ લેતો ભરત જયસ્વાલ એસીબીના હાથે ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહે ચોરીના કેસમાં આરોપીનું નામ કાઢવા લાંચ માંગી હતી.
૭૦ હજારની લાંચ લેતો ભરત જયસ્વાલ એસીબીના હાથે ઝડપાયો
તાજેતરમાં ટેન્કર માંથી ગેસ ચોરી કરવાનો આ મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી તરીકે નામ કાઢવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ લાંચિયા કોન્સ્ટેબલે અગાઉ પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી, ત્યાર બાદ અઢી લાખમાં પતાવટ કરવામાં આવી હતી. અઢી લાખમાંથી ફરિયાદીએ 1,80,000 તો સીધા મોબાઈલથી જ ટ્રાન્ફસર કરી દીધા હતા.
ભરત જયસ્વાલને રંગે હાથ દબોચી લીધો
બીજી તરફ બાકીના 70 હજાર બાકી હતા. ત્યારે આ અંગે ACBને બાતમી મળી હતી કે જરોદ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ બાકીના રૂપિયા લેવા માટે વચેટીયાને મોકલી રહ્યો છે.આ બાતમીના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ વતી બાકીના 70 હજાર રૂપિયા લેવા જતા ભરત જયસ્વાલને રંગે હાથ દબોચી લીધો હતો. આ ઘટના બાદ જરોદ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ ફરાર થયો છે. ACBએ તેને દબોચવા માટે તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે પોલીસકર્મચારી જ લાંચ લઈ રહ્યો હતો અને તેનો વચેટિયો ઝડપાયા બાદ સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
patan live news GJ 24
govabhai p ahir